હનુમાન જયંતિ 2021
હનુમાન જયંતિ 2021 માં ક્યારે આવશે ?
એપ્રિલ 27, 2021 મંગળવાર
ચૈત્ર સુદ, પૂનમ
હનુમાનજીની નિમિત્તે આરતી હનુમાનદાદાની આરતી
હનુમાનજી શનિવાર સ્પેશિયલ આરતી માટે
👇અહી ક્લિક કરો 👇
હનુમાન જયંતિ, જાણો હનુમાનજીની પૂજા કરવાની વિધિ અને પૂજાના મહત્વ વિશે
આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન હનુમાનની શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજીની પૂજા લાલ સિંદૂરથી કરવામાં આવે તો દરેક કામ સફળતાપૂર્વક પાર પડે છે.
હનુમાનજીની પૂજા કરવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે. દર મંગળવાર અને શનિવારના રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જીવનમાં જો ધનની ખામી હોય તો તે પણ દૂર થાય છે.
હનુમાન જયંતીનું વ્રત કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને ભગવાન શ્રીરામ, માતા સીતા અને હનુમાનજીનું સ્મરણ કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. આ દિવસે હનુમાનજીને જનોઈ અને સિંદૂર ખાસ ચઢાવવા. પૂજા કર્યા બાદ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો. હનુમાનજીની આરતી કરવી અને ભોગ ધરાવવો. આ દિવસે સંધ્યા સમયે સુંદરકાંડનો પાઠ કરવો પણ ઉત્તમ ગણાય છે. આ દિવસે પ્રસાદ તરીકે ભગવાનને ગોળ અથવા ચણાના લોટના લાડૂ ચઢાવી શકાય છે. આ રીતે પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે.
હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્વ
શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એણે વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું. એ પછી બે-ચાર પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માણીશ. એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું. હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનિત સ્વરમાં કહ્યું – હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો. શનિદેવે કહ્યું કે વાનરરાજ મે દેવ-દાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે. તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો. મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફડફડી રહી છે. હું તમને યુદ્ધ માટે લલકારું છું.
શનિની ધૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા. એવા પકડ્યાં કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યાં. આટલામાં રામસેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યાં.
પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટામોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને લોહીલુહાણ થઇ ગયા. શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યાં ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી હેરાન નહી કરો. શનિદેવને અસહ્ય વેદના થઇ રહી હતી. તેમણે હનુમાન પાસે તેલ માંગ્યુ. એ દિવસે મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધુ શનિદેવને મળે છે અને પ્રસન્ન થઇને શનિદેવ આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે.
હનુમાનજયંતિ ની શુભકામનાઓ
હનુમાન જયંતિ શા માટે ઉજવાય છે
બ્રહ્માંડનું કાળચક્ર ત્રણ સ્તર પર અર્થાત્ ઉત્પત્તિકાળ, સ્થિતિકાળ અને લયકાળમાં ભ્રમણ કરતું રહે છે. તે સ્તર પર દેવતાઓ માટે વધારેમાં વધારે કાર્ય જે દિવસોમાં કરવામાં આવે છે, તે દિવસો હિંદુ કાળગણનામાં વ્રત, તહેવાર તથા ઉત્સવ ઇત્યાદિ ત્રણ સ્તર પર ઊજવવામાં આવે છે. કેટલીક પૂર્ણિમાને દિવસે વિશિષ્ટ દેવતાઓનું વધારેમાં વધારે તત્ત્વ કાર્યકારી ભૂમિકાના રૂપમાં ભૂતલ પર આવે છે. તે તે પૂર્ણિમાઓ વધારે મહત્ત્વ ધરાવે છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો, તે દિવસ ‘હનુમાન જયંતી’ તરીકે ઊજવવામાં આવે છે.
કાળચક્રમાં નિર્માણ કાર્ય દરમ્યાન આવતી આ પૂર્ણિમા નિર્ગુણ સ્તર પર હનુમાનજીનું વધારેમાં વધારે મારક પ્રગટ શક્તિરૂપી તત્ત્વ ભૂમંડળને પ્રદાન કરે છે. આ દિવસે આ તત્ત્વ વાયુમંડળમાં આવેલા રજ-તમાત્મક કણોનું વિઘટન કરીને, પોતાની પ્રગટ શક્તિના તેજનું ઘનીકરણ કરે છે. આ તેજના કાર્યકારી સંચયનો આગળ દીર્ઘકાળ સુધી હનુમાનજીના ઉપાસકોને લાભ મળે છે.
હનુમાન જયંતિના ફોટાઓ
હનુમાન જયંતિ ના સ્ટેટસ
હનુમાનજયંતિ સ્પેશિયલ સ્ટેટસ યુટ્યુબ માંથી મેળવી શકાય છે, અહીં માત્ર હનુમાન દાદાના ફોટાઓ આપેલ છે
હનુમાન ચાલીસા
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||
|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| રમાપતિ રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
|| ઉમાપતિ મહાદેવ કી જય ||
|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||
|| બોલો ભાઇ સબ સંતન કી જય ||
|| ઇતિ ||
હનુમાન જયંતિ કથા, હનુમાન જયંતિ ક્યારે આવશે, તેમજ હનુમાન જયંતિ શા માટે ઉજવાય છે અને તેમનું મહત્વ તથા હનુમાન જયંતિ ફોટા, સ્ટેટસ તેમજ વિડિઓ અને હનુમાન ચાલીચા પણ અહીં આપેલ છે.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો👇👇👇👇👇
Social Plugin